Sunday, May 1, 2011

હું ગુજરાતી

હું ડાલામથ્થો ગુજરાતી, હું દરીયાબેટો ગુજરાતી,
આત્મગૌરવી, કરુણાગામી, સાગરપેટો ગુજરાતી.

પ્રેમ, ધર્મ, ને કર્મ કથાનો મસ્ત મરદડો ગુજરાતી,
નાચે ગાવે કરે હિલ્લોળા, મૂંછ ફરકડો ગુજરાતી.

સત્ય, અહિંસા, જીવદયાની રાહ ચીંધતો ગુજરાતી,
હું વેપારી, હું પરદેશી, વિશ્વ વીંધતો ગુજરાતી.

પરસેવાથી સ્નાન કરું હું, છું ખંતીલો ગુજરાતી
જીદ્દી પાક્કો, વટનો કટકો, ટેક હઠીલો ગુજરાતી.

~ સાંઈરામ દવે (ગુજરાતદિનના વધામણા સહુને)

Saturday, February 20, 2010

વાંદરાને કંઈ ના નડે.

ગૂગલ બુઝ્ઝ માં પારસ દ્વારા મુકવા માં આવેલી કાવ્ય પંક્તિઓ વાંચી ત્યારે અને મારા મગજમાં થોડા તોફાની વિચારો ચાલતા હતા. કવિતા મને સારી લાગી, પણ ખબર નઈ પારસ ના બુઝ્ઝ નો ઉત્તર આપવા માં કંઇક આવું થઇ ગયું.

Paras- Buzz - Public
અડચણ નડે કદીક, કદી માર્ગ પણ નડે
પહેલાં તરસ નડે ને પછીથી ઝરણ નડે

નકશાઓ, સીમાચિહ્ન, ત્રિભેટા તો ઠીક છે
પગલાં નડે છે અન્યનાં, ખુદના ચરણ નડે

- રઈશ મનીઆર
Kirayn Chavda - કિરણ કહે અયે ખુદા કાશ હું વાંદરો હોત, આખી દુનિયા માં કુદાકુદ કરતો હોત. અડચણ, માર્ગ, તરસ, ઝરણ કે ચરણ તો ઠીક, ના ઝાડ નડત ના પહાડ નડત.Feb 19
Paras Shah - @kiran bhai : જતો રહ્યો એ વખત , જો હોત તું વાંદરો , તો પુંછ તમારી ક્યાં મુકત ?Feb 19
Kirayn Chavda - એ વખત કે આ વખત, મૂંછ ન ગમી તો કાઢી ને ફેંકી, પુંછ ને પણ થોડી રેહવા દેત?Feb 19
Paras Shah - @kiran bhai : જો તું પૂંછ કાપત , તો આકાશ માં કેમ નો ઊડત ?Feb 19
Kirayn Chavda - દુષ્ટ પાપી અજ્ઞાની મૂરખ, આકાશ માં ઉડવા માટે પુંછ ની ક્યાં જરૂરત...?Feb 19
Paras Shah - વાંદરો એમ ના ઉડી શકે હવા થી, ઉડી શકે છે પુંછ હોવાથી .Feb 19
Kirayn Chavda - ના મૂંછ થી ના પુંછ થી કે ના હી હવાથી, વાંદરાની ક્યાં છે ફિતરત ઉડવાની.
એક ઝાડ ઉપર થી બીજા ઝાડ ઉપર, વાંદરાની તાકાત છે કુદાકુદ કરવાની.
Feb 19
Paras Shah - @kiran bhai : શુ કામ તું મારી સાથે માથાકૂટ કરે ? પૂંછ વગર વાંદરો ક્યાંથી કુદાકુદ કરે ?Feb 19
Mehul Patel - એ દુષ્ટ માનવી અને તોફાની વાંદરા ,
તું ના ઉગાડે ઝાડ તો ક્યાંથી એ ખાશે પાંદડા ??
મામાટે જ મુકો વાત, એ નથી હકીકત માત્ર છે ઝાંઝવા ....!!Feb 19

Tuesday, January 26, 2010

My Favourite Teacher

આ બ્લોગ બનાવ્યો ત્યારે એનો મૂળભૂત ઉદ્દેશ એમાં મેં પોતે લખેલી અને મને ગમતી બીજી થોડી કવિતાઓ ને મારા મિત્રો સાથે વહેંચવાનો હતો. થોડી ઘણી કવિતાઓ એમાં પ્રસ્તુત પણ કરી. પરંતુ આળસ અને ઉત્સાહ ના અભાવે વધારે કઈ અપડેટ ના કરી શક્યો. ફરી આજે એક મિત્ર મને થોડા ગુજરાતી બ્લોગ્સ બતાવી ને ઉત્સાહિત કરી રહ્યો છે. અને મને કૈંક લખવા નું મન થઇ રહ્યું છે.

ઉર્વીશ કોઠારી ના બ્લોગ (http://urvishkothari-gujarati.blogspot.com/2010/01/blog-post_22.html) માં એક લેખ વાંચી ને મને મારા સ્કુલ ના સમય નો એક પ્રસંગ યાદ આવી ગયો.
ઉર્વીશભાઈ નો લેખ કૈંક આવું કહે છે. "વિદ્યાર્થી અવસ્થામાં મૌલિક નિબંધ લખવાથી ભવિષ્યમાં જે થવાય તે, પણ વર્તમાનકાળમાં શિક્ષકની આંખે ચડી જવાય છે. "

હું ૯ માં ધોરણ માં ભણતો હતો ત્યારે અંગ્રેજી ની પરીક્ષા માં એક નિબંધ પુછાયેલો, વિષય હતો my favourite teacher. મારા એ વખત ના અને કદાચ આજ સુધી ના સૌથી પ્રિય શિક્ષક મારા અંગ્રેજી ના શિક્ષક નયનભાઈ ગઢવી હતા. મેં બસ એમના વ્યક્તિત્વ ને સીધી અને સરળ ભાષા માં શાબ્દિક રૂપ આપી દીધું. નયનભાઈ ના રમુજી સ્વભાવ ને કારણે મેં એમની સરખામણી મુલ્લા નસીરુદ્દીન સાથે કરી. આખો નિબંધ શું હતો એ તો મને યાદ નથી પણ નયનભાઈ એ વાંચી ને ખુબ ખુશ થયેલા. એમને પેપર ચકાસતી વખતે આખા સ્ટાફ રૂમ માં એ નિબંધ વાંચી સંભળાવેલો અને પછી થી અમારા ક્લાસ માં પણ વાંચેલો. નિબંધ મૌલિક હતો એ તો એમને ગમ્યું જ હતું પણ એની સાથે એમાં કોઈ વ્યાકરણ ની ભૂલ પણ નહોતી. નયનભાઈએ કહેલા એ શબ્દો અંગ્રેજી ભાષા પ્રત્યેના મારા લગાવ અને વધારે શીખવાની તત્પરતાનું કારણ બની ગયા.






Friday, September 4, 2009

હમણા કહુ હમણા કહુ,

હમણાં કહુ હમણાં કહુ,
રોજ થાય છે કે હવે તો કહી જ દઉં.

પણ સાલું શું કહું?

દુનિયાદારીના દરિયામાં,
મગજમારી ના મોજા ઊછળે,
મધદરિયે મારી નાવ સંભાળું,
કે જેમની તેમ ડૂબવા દઉં?

પ્રયત્ન કરી કરી ને હવે થાક્યો,
પણ મારો સમય હજી ના પાક્યો.
કહેવા માટે છે હજારો વાતો,
પણ શું સાંભળવા માટે કાન છે?

મારી હાલત છે ટેલીફોનના
બગડેલા ડબલા જેવી,
શું એનું એને ભાન છે?

જ્યારે પણ એનો નંબર ડાયલ કરું છુ,
મેસેજ એક જ આવે છે,
આ લાઇન હમણાં વ્યસ્ત છે,
આ લાઈન હમણાં વ્યસ્ત છે.

કોઈ ઍને જઈને કહો કે,
કિરણ હવે ત્રસ્ત છે.


પણ જવાદો,
ઍતો સાંભળશે ત્યારે સાંભળશે.
અત્યારે તમને તો કહી દઉં.

જીવન છે, જીવન છે, જીવન છે.

રોજ એના રંગે રમો,
ને રોજે રોજ હોળી છે.

રોજ દીવા પ્રગટાવો,
રોજે રોજ દિવાળી છે.

-કિરણ ચાવડા.

Sunday, January 4, 2009

કેવા કેવા કજોડા

કેવા કેવા કજોડા
કેવો પ્રેમનો ટ્રાફીક જામ.
લૈલા હોય રુપસુંદરી
અને મજનુ મગજનો બામ.

લવ લવ લવ,
મૂકી બાજુ એ બધું કામ,
ભૂલી જાય છે બધું,
અપવાદ એક લૈલાનું નામ.

ભલે સો ડંડા પડે,
ભલે દેવતા ડામ,
પડી રહે છે મસ્તીથી
પીને પ્રેમના જામ.


Monday, December 22, 2008

ઘણીએ વાર પછડાઈ પડ્યા છીએ જીવનપંથે,
પરંતુ બંધ મુઠ્ઠીને ભરમ ભરપુર રાખી છે.

હસવું, સદાય હસવું, દુખમા અચુક હસવું.
દીવાનગ તણું એ ડહાપણ મને ગમે છે.

કેવો અજબ દુનિયાએ દસ્તુર કરી દીધો છે !!

કેવો અજબ દુનિયાએ દસ્તુર કરી દીધો છે !!
એક કામના માણસને નકામો કરી દીધો છે.

ભણતરના નામે ગણતરમાં લૂલો કરી દીધો છે.
સંબંધોમાં નફાનો હિસાબ ઉમેરતો કરી દીધો છે.

ભક્તિના નામે બાવાઓ ને નમતો કરી દિધો છે.
પ્રાણ વગરની મૂર્તિઓને પુજતો કરી દીધો છે.

ડાહ્યો કહી ચિઠ્ઠીનો ચાકર કરી દીધો છે.
ગાંડો કહી સાચું બોલતો બંધ કરી દિધો છે.

માયાએ કાયાને પ્રેમ કરતો કરી દિધો છે.
પ્રેમ કહી વાસનામાં રમતો કરી દિધો છે.

તમે મારા આત્માને ખોખલો કરી દિધો છે.
ને મને, દુનિયાદારી કરતો કરી દિધો છે.

– શૈલ્ય શાહ